વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ.
વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ.
Published on: 14th May, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદની રામોલ પોલીસે ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયના દારૂના એક જૂના કેસમાં સંખેડા પોલીસ મથકે નોંધાયેલા ગુના સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ધરપકડને પગલે વડોદરા અને અમદાવાદના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ધરપકડ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે.