અમદાવાદ અને ગાંધીનગરની સ્કૂલ-કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ અને ગાંધીનગરની સ્કૂલ-કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Published on: 10th September, 2026

અમદાવાદની ત્રણ સ્કૂલ અને ગાંધીનગરની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળતાં પોલીસ, બોમ્બ સ્ક્વૉડ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી હતી. સુરક્ષાના ભાગરૂપે શાળાઓ ખાલી કરાવી વિદ્યાર્થીઓને રજા આપી દેવાતાં વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. બીજી બાજુ, કોર્ટ પરિસર ખાલી કરાવી તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું. થોડા દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને પણ આવી ધમકી મળી હતી. આ અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.