દાહોદ જિલ્લાના ૧૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નવી એમ્બ્યુલન્સની ભેટ અપાઈ
દાહોદ જિલ્લાના ૧૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નવી એમ્બ્યુલન્સની ભેટ અપાઈ
Published on: 11th July, 2026

દાહોદ જિલ્લામાં આરોગ્ય સેવાઓને સુદૃઢ કરવા રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજના હેઠળ 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નવી અદ્યતન એમ્બ્યુલન્સ ફળવવામાં આવી છે. કુલ રૂ. 1,94,23,404 ના ખર્ચે આ એમ્બ્યુલન્સ ચોસાલા, બાવકા, પાટીયા, નઢેલાવ, લીલવા ઠાકોર, ડુંગરી, ઘુઘસ, મોટી ઢઢેલી, ઝાબુ, ચીલાકોટા, દાસા, ગુણા અને કરંબા જેવા કેન્દ્રોને આપવામાં આવી છે. આ નવી સુવિધા ગ્રામ્ય અને આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને ગુણવત્તામાં સુધારો કરશે.