ચાંદીપુરા વાયરસ: હિંમતનગર સિવિલમાં વધુ એક બાળકીનું મોત
ચાંદીપુરા વાયરસ: હિંમતનગર સિવિલમાં વધુ એક બાળકીનું મોત
Published on: 12th July, 2026

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ યથાવત છે, જેમાં 16 દિવસમાં પાંચમું બાળક મૃત્યુ પામ્યું છે. મૃતક બાળકી તલોદ તાલુકાના નાના ચેખલા ગામની હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ પાંચ મૃત્યુમાંથી ફક્ત એક બાળકીનો ચાંદીપુરા વાયરસ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, જ્યારે અન્ય ચારના રિપોર્ટ નેગેટીવ છે. નેશનલ વાયરોલોજી ડિપાર્ટમેન્ટ હજુ સુધી બાળકોના મોત પાછળ જવાબદાર વાયરસ નક્કી કરી શક્યું નથી. જિલ્લાના વધુ બે બાળકો શંકાસ્પદ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બનતાં સારવાર હેઠળ છે, જેમાં એક બાળક વેન્ટીલેટર પર છે.