સુરેન્દ્રનગરમાં 15 દિવસમાં હીટસ્ટ્રોકના 37 કેસ, આરોગ્ય વિભાગ એલર્ટ.
સુરેન્દ્રનગરમાં 15 દિવસમાં હીટસ્ટ્રોકના 37 કેસ, આરોગ્ય વિભાગ એલર્ટ.
Published on: 14th May, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં અસહ્ય ગરમીના કારણે છેલ્લા 15 દિવસમાં હીટસ્ટ્રોકના 37 કેસ નોંધાયા છે. મહત્તમ તાપમાન 45.5 ડીગ્રી સુધી પહોંચ્યું હતું. ગાંધી હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 6 બેડની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ હાલ કોઈને દાખલ કરવાની જરૂર પડી નથી. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે.