PMNDP હેઠળ દર્દીઓનું ડાયાલિસિસ: IKDમાં જનરલ કેટેગરી માટે ફ્રી સુવિધા બંધ?
PMNDP હેઠળ દર્દીઓનું ડાયાલિસિસ: IKDમાં જનરલ કેટેગરી માટે ફ્રી સુવિધા બંધ?
Published on: 27th July, 2026

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ (IKDR) સેન્ટરમાં પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) હેઠળ જનરલ કેટેગરીના દર્દીઓ માટે નિ:શુલ્ક ડાયાલિસિસ બંધ કરાયાના આક્ષેપ સાથે ડાયાલિસિસ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફાઉન્ડેશને સરકારમાં રજૂઆત કરી છે. ફાઉન્ડેશનના મહેશ દેવાણીએ જણાવ્યું કે, PMJAY કાર્ડ ન ધરાવતા દર્દીઓનું ડાયાલિસિસ PMNDP હેઠળ મફતમાં કરવાની સરકારી સૂચના છતાં ચાર્જ વસૂલવામાં આવે છે. સરકારના નિર્દેશ મુજબ, PMNDPમાંથી રૂ. 1100 અને રાજ્ય સરકાર દ્વારા રૂ. 550 IKDRCને ચૂકવવાના હોવા છતાં જનરલ દર્દીઓ પાસેથી રોકડ લેવાય છે.