છોટાઉદેપુર જનરલ હૉસ્પિટલમાં તબીબોની અનિયમિતતા
છોટાઉદેપુર જનરલ હૉસ્પિટલમાં તબીબોની અનિયમિતતા
Published on: 01st September, 2026

છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિત હાજરીના કારણે દર્દીઓ, ખાસ કરીને દૂર-દૂરથી આવતા ગરીબ અને આદિવાસી દર્દીઓને કલાકો સુધી હાલાકી ભોગવવી પડે છે. નિયત સમયે ડોક્ટરો હાજર ન રહેતા સારવાર વિના જ પાછા ફરવાની સ્થિતિ સર્જાય છે. આરોગ્ય તંત્રની આ ઘોર બેદરકારી માટે કોણ જવાબદાર તે પ્રશ્ન પ્રજા દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિ ચિંતાજનક છે.