તહેવારો પહેલાં મજૂરોને રાહત
તહેવારો પહેલાં મજૂરોને રાહત
Published on: 06th October, 2026

નવી દિલ્હી: લાખો કામદારો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે એગ્રીકલ્ચર, કન્સ્ટ્રકશન્સ અને મેઇન્ટેનન્સ તેમજ રોડ તથા બિલ્ડિંગ્સના કામોમાં લાગેલા શ્રમિકો માટેના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ ફેરફાર ૧ ઓક્ટોબર ૨૦૨૬ થી અમલી બન્યો છે. મોંઘવારી મુજબ ભથ્થાં વધવાથી જુદી-જુદી કેટેગરીમાં શ્રમિકોનો લઘુત્તમ વેતનદર વધી ગયો છે. શ્રમિકોના વેતનદરમાં આ વધારો કામદારના કૌશલ્ય અને કામના સેક્ટર મુજબ જુદો-જુદો છે. એગ્રી સેક્ટરમાં એરીયા-એ ના અનસ્કિલ્ડ વર્કર્સને હવે પ્રતિદિન ઓછામાં ઓછા ૫૩૭ રૂપિયા મળશે, જેમાં મૂળભૂત વેતન અને મોંઘવારી ભથ્થું સામેલ છે. કન્સ્ટ્રકશન અને મેઇન્ટેનન્સમાં કામ કરનારા વર્કરો માટે પણ મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે.