ગાયકવાડી દિશા સૂચક થાંભલાઓ દબાણમાં ગાયબ
ગાયકવાડી દિશા સૂચક થાંભલાઓ દબાણમાં ગાયબ
Published on: 31st August, 2026

વડોદરા શહેરને પાણી પુરવઠો પહોંચાડવા ગાયકવાડી સમયનું દૂરંદેશી આયોજન આજે VMC ની બેદરકારીને કારણે નિષ્ફળ જવાની આશંકા છે. આજવા સરોવરથી ગ્રેવિટીથી પાણી પહોંચાડવાની વ્યવસ્થામાં કેનાલ, હાઈવે ક્રોસિંગ, પાણીની લાઈન જેવા અવરોધો નડી રહ્યા છે. તે સમયે પાણીની લાઈનોની દિશા સૂચવવા મુકાયેલા લોખંડના દિશા સૂચક થાંભલાઓ હવે મકાનો અને દુકાનોના દબાણમાં આવી ગયા છે. VMC ના ટાઉન પ્લાનિંગ શાખાની જાળવણીના અભાવે આ ઐતિહાસિક નિશાનીઓ ગાયબ થઈ રહી છે. ખોદકામ વખતે પાણી, ડ્રેનેજ અને ગેસ લાઈનો તૂટી જાય છે, જે આયોજનના અભાવને સ્પષ્ટ દર્શાવે છે.