હાલોલમાં બે પુષ્ટીમાર્ગીય હવેલીઓમાં વૈષ્ણવાચાર્ય પૂ.વેદાંતકુમારજી મહોદયની પધરામણી
હાલોલમાં બે પુષ્ટીમાર્ગીય હવેલીઓમાં વૈષ્ણવાચાર્ય પૂ.વેદાંતકુમારજી મહોદયની પધરામણી
Published on: 29th August, 2026

પવિત્ર એકાદશીના બીજા દિવસે દિવ્ય ફાઉન્ડેશનના સંયોજક કાંકરોલી યુવરાજ પૂ.વેદાંત કુમાર મહોદય હાલોલ ખાતે બંને પુષ્ટિમાર્ગીય મંદિરોમાં પધાર્યા હતા. તેમનું વૈષ્ણવો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. હાલોલ નગરમાં આવેલ ધરી દ્વારકાધીશ હવેલી અને છગન મગન લાલજી મંદિરમાં પધરામણી થઈ. શ્રાવણ માસમાં શણગારવામાં આવેલા હિંડોળામાં શ્રીજીને ઝુલાવવામાં આવ્યા. પૂ.વેદાંતકુમારજીના આગમનથી વૈષ્ણવોમાં ઉત્સાહ જોવા મળ્યો. તેઓએ શ્રીજીને મચકી અને શાકભાજીના હિંડોળે ઝુલાવ્યા અને આરતી ઉતારી.