અમદાવાદમાં 'મદારી ગેંગ' ના 2 ઠગો ઝડપાયા
અમદાવાદમાં 'મદારી ગેંગ' ના 2 ઠગો ઝડપાયા
Published on: 31st August, 2026

અમદાવાદની LCB Police એ 'મદારી ગેંગ' ના બે સભ્યોને ઝડપી પાડ્યા છે, જેઓ માતાજીના ભૂવા હોવાનો ઢોંગ કરીને ભોળા ભક્તોની શ્રદ્ધાનો લાભ ઉઠાવી ઠગાઈ કરતા હતા. આ આરોપીઓની ધરપકડ બાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો ચેન સ્નેચિંગનો ગુનો પણ ઉકેલાયો છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરેલો સોનાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગ સરનામું પૂછવાના બહાને મહિલાઓને રોકી, તેમનો વિશ્વાસ જીતી ગળામાં પહેરેલી સોનાની ચેન ચોરી કરતી હતી.