ગંદકી અને ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર હજારો બાળકો
ગંદકી અને ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર હજારો બાળકો
Published on: 29th August, 2026

ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં સાયન્સ કોલેજ પાછળ આનંદનગર સોસાયટીમાં છેલ્લા 4 મહિનાથી ગટરના દૂષિત પાણીનો નરક જેવો માહોલ છે. આ મુખ્ય માર્ગ પરથી 10 સોસાયટીઓના રહીશો અને 1000થી વધુ બાળકોને દરરોજ પસાર થવું પડે છે. ગંદા પાણી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆતો છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી. નજીક કરોડોની નવી ગટર લાઈન હોવા છતાં, જોડાણ ન થતાં સમસ્યા યથાવત છે. જો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો પાલિકા જવાબદાર રહેશે.