મહેસાણાના નાગલપુર ચોકડી પાસે ભાવેશ ઝીલિયા પર કાર ટક્કર મારીને ફાયરિંગ
મહેસાણાના નાગલપુર ચોકડી પાસે ભાવેશ ઝીલિયા પર કાર ટક્કર મારીને ફાયરિંગ
Published on: 31st August, 2026

મહેસાણાના નાગલપુર ચોકડી નજીક કુખ્યાત ભાવેશ ઝીલિયા પર અજાણ્યા હુમલાખોરો દ્વારા ફિલ્મી ઢબે હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં, હુમલાખોરોએ પોતાની કાર વડે ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનર કારને ત્રણ વખત ટક્કર મારી અને ત્યારબાદ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ હુમલામાં ભાવેશ ઝીલિયા અને તેની સાથેના અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે અને જૂની અદાવતને કારણે હુમલો થયો હોવાની શંકા વ્યક્ત કરી છે.