જામનગરમાં કચરા મુદ્દે મારામારી
જામનગરમાં કચરા મુદ્દે મારામારી
Published on: 01st September, 2026

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં કચરો ફેંકવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે બોલાચાલી મારામારીમાં પરિણમી. સિરિનબેન મહમદભાઈ હમીરાણી અને મોસીનભાઈ હનીફભાઈ સમાણીએ સામસામે ફરિયાદ નોંધાવી છે. એક પક્ષે લોખંડના પાઇપથી હુમલો કરવાનો, જ્યારે બીજા પક્ષે લાકડાના ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ છે. આ ઘટનામાં માતા-પુત્રી અને યુવક સહિત કુલ ચાર લોકોને ઇજા પહોંચી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.