PM મોદીએ મંત્રિઓ સાથે કરી મહાબેઠક.
PM મોદીએ મંત્રિઓ સાથે કરી મહાબેઠક.
Published on: 22nd May, 2026

PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી લગભગ સાડા ચાર કલાક લાંબી મહાબેઠકમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવા પૂર્વે સરકારના કામકાજની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં તમામ કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ હાજર રહ્યા હતા. વાણિજ્ય, પેટ્રોલિયમ, ગૃહ, નાણાં અને વિદેશ મંત્રાલય સહિત 9 વિભાગોએ પોતાના કામકાજનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું. બેઠકમાં વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા, ‘Ease of Living’ સુધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગતિ વધારવા અને મંત્રાલયો વચ્ચે વધુ સારો સમન્વય સાધવા પર ખાસ ભાર મૂકાયો.