દેશના 35 શહેરોમાં રાત્રે પણ ગરમી; યુપીનું બાંદા સતત 5 દિવસ સૌથી ગરમ.
દેશના 35 શહેરોમાં રાત્રે પણ ગરમી; યુપીનું બાંદા સતત 5 દિવસ સૌથી ગરમ.
Published on: 22nd May, 2026

દેશભરમાં હીટવેવનો કહેર યથાવત છે, 35 શહેરોમાં રાત્રિ તાપમાન 30°C થી ઉપર રહ્યું. રાજસ્થાનના હનુમાનગઢમાં 33.7°C નોંધાયું. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન સહિત 10 રાજ્યોના 24 શહેરોમાં તાપમાન 45°C થી વધુ રહ્યું. યુપીનું બાંદા 47.6°C સાથે સતત 5મા દિવસે સૌથી ગરમ શહેર રહ્યું. બિહારમાં ગરમીના કારણે શાળાઓ બંધ કરાઈ અને વીજળી પડવાથી 3 લોકોના મોત થયા. મધ્યપ્રદેશ અને યુપીમાં આગામી દિવસોમાં પણ ગરમી ચરમસીમા પર રહેશે.