ભારતમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર ઉછાળો
ભારતમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો, ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર ઉછાળો
Published on: 13th August, 2026

ભારતમાં વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારા લોકોની સંખ્યા વધીને 5.35 લાખથી વધુ થઈ ગઈ છે, જે દેશના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 10 ઑગસ્ટ સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 23.09% વધીને ₹ 8.11 લાખ કરોડ થયું છે. છેલ્લા 4 વર્ષમાં આ સૌથી મોટો વધારો છે. ખાસ કરીને પર્સનલ ટેક્સપેયર્સ અને HUFનો ફાળો મહત્વનો રહ્યો છે. 100 કરોડથી વધુ કમાણી કરનારા લોકોની સંખ્યામાં પણ 39% નો વધારો જોવા મળ્યો છે.