મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર યુવકના મોત બાદ લોકોનો રોષ, ચક્કાજામ
મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર યુવકના મોત બાદ લોકોનો રોષ, ચક્કાજામ
Published on: 31st July, 2026

મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર ઇકો અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઇકો ચાલક યુવાનના મોત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી અધૂરા રહેલા રોડની કામગીરી અને અકસ્માતોની ઘટનાઓથી ત્રસ્ત ગ્રામજનો અને આગેવાનોએ મોડાસા-રાજેન્દ્રનગર હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. તેમણે માર્ગ અને મકાન વિભાગ સામે સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી હતી. આ માર્ગ પર છેલ્લા છ મહિનામાં 17 અકસ્માત થયા છે, જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે.