સુરતમાં 50 કિ.મી. દૂર મહુવામાં શિક્ષકોની તાલીમ, વર્ગખંડ શિક્ષણ પર અસર
સુરતમાં 50 કિ.મી. દૂર મહુવામાં શિક્ષકોની તાલીમ, વર્ગખંડ શિક્ષણ પર અસર
Published on: 31st August, 2026

સુરત શહેરમાં શિક્ષકોને વારંવાર 'વાર્તા પેડાગોજી' જેવા વિષયો પર તાલીમ માટે વર્ગખંડથી દૂર રાખવામાં આવી રહ્યા છે. આ વખતે સુરતથી લગભગ 50 કિલોમીટર દૂર મહુવામાં આયોજિત તાલીમ કાર્યક્રમમાં ક્લસ્ટરદીઠ ત્રણ શિક્ષકોની હાજરી ફરજિયાત છે. આ તાલીમો વિદ્યાર્થીઓના નિયમિત શિક્ષણ સમય પર સીધી અસર કરી રહી છે, જેના કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા સામે પ્રશ્નો ઊભા થયા છે. શિક્ષકોમાં પણ આ અંગે નારાજગી હોવાની ચર્ચા છે, કારણ કે સતત તાલીમ અને મુસાફરીના કારણે તેમને અભ્યાસક્રમ અને વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે.