ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના ભીષણ હુમલા, ટ્રમ્પે કાર્યવાહીને ગણાવી 'લવ ટેપ'
ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના ભીષણ હુમલા, ટ્રમ્પે કાર્યવાહીને ગણાવી 'લવ ટેપ'
Published on: 08th May, 2026

Iran vs USA War |  અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન ડિસ્ટ્રોયર (યુદ્ધ જહાજો) ને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કર્યા બાદ અમેરિકાએ આક્રમક જવાબી કાર્યવાહી કરી છે. અમેરિકન સેનાએ ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ સ્થિત સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને 'લવ ટેપ' ગણાવી ઈરાનને કડક ચેતવણી આપી છે.