યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108  ડોલર કુદાવી ગયા
યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા
Published on: 28th April, 2026

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે વેચવાનું માનસ રહ્યું હતું.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૭૦૯થી ૪૭૧૦ વાળા ઘટી નીચામાં ભાવ ૪૬૭૨ થઈ ૪૭૦૩થી ૪૭૦૪ ડોલર રહ્યા હતા. ફંડોનું સેલીંગ વધ્યું હતું. ઈરાન તથા અમેરિકા વચ્ચે હવે બનાવો કેવો વળાંક લે છે તેના પર બજારની નજર રહી હતી.