પેપર લીક બાદ હવે E20 પેટ્રોલ મુદ્દે કેજરીવાલનું નવું આંદોલન
પેપર લીક બાદ હવે E20 પેટ્રોલ મુદ્દે કેજરીવાલનું નવું આંદોલન
Published on: 27th July, 2026

અરવિંદ કેજરીવાલે પેટ્રોલ અને ડીઝલમાં 20 ટકા ઇથેનલ મિશ્રણ (E20) ના મુદ્દે કેન્દ્ર સરકાર સામે નવો મોરચો ખોલ્યો છે. તાજેતરમાં જ એક વિજય બાદ, તેમણે આગામી શનિવારે દિલ્હીમાં એક ભવ્ય ટાઉનહૉલ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે આ નિર્ણયથી સામાન્ય નાગરિકો પરેશાન છે, વાહનોની ક્ષમતા અને માઈલેજ ઘટી રહી છે. સમસ્યા વિકરાળ બને તે પહેલા સરકારે કાયમી ઉકેલ લાવવો જોઈએ. આ 'નેશનલ ટાઉનહૉલ અગેન્સ્ટ E20' માં નિષ્ણાતો અને પીડિત વાહનચાલકો ભાગ લેશે, જ્યાં સરકારને આ નીતિ પાછી ખેંચવા મજબૂર કરવાની રણનીતિ નક્કી થશે.