વિજય થલપતિ બાદ વધુ એક સુપરસ્ટારની રાજકારણમાં એન્ટ્રી?
વિજય થલપતિ બાદ વધુ એક સુપરસ્ટારની રાજકારણમાં એન્ટ્રી?
Published on: 27th July, 2026

તમિલ સિનેમાના પ્રખ્યાત અભિનેતા ધનુષની રાજકારણમાં પ્રવેશવાની અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. તાજેતરમાં, તેમના ફેન્સ ક્લબ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં ધનુષના ભાષણે આ ચર્ચાઓને વેગ આપ્યો છે. તેમણે કહ્યું કે ફેન્સની એકતાનો ઉપયોગ માત્ર ફિલ્મો માટે નહીં, પરંતુ સમાજ સેવા માટે પણ થવો જોઈએ. તેમણે લોકોને આસપાસના લોકોની જરૂરિયાતો સમજવા અને લોકકલ્યાણના કાર્યોમાં વધુ સક્રિય થવા પ્રેરણા આપી. આ નિવેદન બાદ, અભિનેતા વિજયની જેમ ધનુષ પણ નવી રાજકીય પાર્ટી શરૂ કરી શકે તેવી અટકળો ચાલી રહી છે.