પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ.
પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ.
Published on: 02nd May, 2026

દક્ષિણ 24 પરગણાની ફલતા વિધાનસભા બેઠક પર 29 એપ્રિલ, 2026ના રોજ થયેલા મતદાનમાં ગંભીર ગેરરીતિ અને લોકશાહી પ્રક્રિયામાં દખલગીરી બાદ ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. પંચે મતદાન રદ કરીને 21 મે, 2026ના રોજ તમામ 285 પોલિંગ બૂથો પર ફરીથી મતદાન કરાવવાની જાહેરાત કરી છે. આ એક વિધાનસભા બેઠક માટે મતોની ગણતરી 24 મેના રોજ થશે.