તમિલનાડુના CM વિજયના PM પદના અભિયાનથી કોંગ્રેસ નારાજ
તમિલનાડુના CM વિજયના PM પદના અભિયાનથી કોંગ્રેસ નારાજ
Published on: 31st August, 2026

તમિલનાડુમાં નવા CM જોસેફ વિજયના 'વિજય ફોર પ્રાઈમ મિનિસ્ટર' અભિયાનથી કોંગ્રેસ નારાજ છે. રાજ્ય સરકારમાં સામેલ કોંગ્રેસના પ્રવાસન મંત્રી રાજેશ કુમારે ચેતવણી આપી છે કે જો ટીવીકે (TVK) પક્ષ રાહુલ ગાંધીને PM બનવા માટે સમર્થન નહીં આપે, તો તેઓ કેબિનેટ છોડી દેશે. રાજેશ કુમારે સ્પષ્ટ કર્યું કે 2029માં રાહુલ ગાંધી PM બનશે. જો ટીવીકે તરફથી સમર્થન ન મળવાની શક્યતા રહેશે, તો કોંગ્રેસ મંત્રીઓ કેબિનેટમાંથી બહાર નીકળી જશે. આ નિવેદન વિજયના PM પદના અભિયાન તેજ બન્યા બાદ આવ્યું છે.