વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિએ CVC ગાઈડલાઈનનો ભંગ કરતાં મામલો કોર્ટમાં જશે
વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિએ CVC ગાઈડલાઈનનો ભંગ કરતાં મામલો કોર્ટમાં જશે
Published on: 31st August, 2026

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા કમિશનરની સત્તાનો દુરુપયોગ કરી, નવા ટેન્ડર બહાર પાડવાને બદલે કોન્ટ્રાકટરને ફાયદો પહોંચાડવા કામની મુદ્દત અને રકમમાં વધારો કરવાના કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. પૂર્વ ઝોનમાં RCC રોડના કામમાં 6 કરોડથી 12 કરોડ સુધીનો વધારો, વરસાદી ગટરના કામમાં 30 લાખનો વધારો અને કોન્ટ્રાક્ટ લંબાવવો, તથા દક્ષિણ ઝોનમાં સિવિલ કામના વાર્ષિક ઈજારામાં 2 કરોડનો વધારો, ઉત્તર ઝોનમાં પથ્થર પેવિંગના કામમાં 1 કરોડની રકમ અને મુદ્દત વધારવા જેવી દરખાસ્તો ચીફ વિજીલન્સ કમિશનર (CVC) ની ગાઈડલાઈનનો સ્પષ્ટ ભંગ છે. આ મંજૂર થયેલા કાર્યો સામે કોંગ્રેસ દ્વારા કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.