વડોદરા વોર્ડ-14માં ભાજપ રાજકારણ ગરમાયું
વડોદરા વોર્ડ-14માં ભાજપ રાજકારણ ગરમાયું
Published on: 31st August, 2026

વડોદરાના વોર્ડ નંબર-14ના પૂર્વ પ્રમુખ અને હાલના શહેર કારોબારી સભ્યએ ચાર દરવાજા વિસ્તારની કફોડી સ્થિતિના ફોટા સાથે મેસેજ વાયરલ કર્યો છે. આ મેસેજમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, લોકો મત આપે છે છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિસ્તારની પડી નથી. છેલ્લા 20 વર્ષથી રોડ બન્યા નથી, ફૂટપાથની કામગીરી હલકી કક્ષાની છે, અને વરસાદી પાણીની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પાણીની નવી લાઈન છતાં ગંદુ પાણી આવે છે, અને ટ્રાફિક સમસ્યા વધી રહી છે. ડેન્ગ્યુ, સ્વાઈન ફ્લૂ જેવા કેસો પણ નોંધાયા છે.