મંત્રી નિવાસ્થાને અતિ ઝેરી સાપ નીકળતા ખળભળાટ
મંત્રી નિવાસ્થાને અતિ ઝેરી સાપ નીકળતા ખળભળાટ
Published on: 04th September, 2026

છેલ્લા એક સપ્તાહમાં ગાંધીનગરના બે કેબિનેટ મંત્રીઓના સરકારી નિવાસ્થાને અત્યંત ઝેરી સાપ નીકળ્યા હતા. કૃષિમંત્રી જીતુ વાઘાણીના નિવાસ્થાને કાળોતરો (Common Krait) અને વનમંત્રી અર્જુન મોઢવાડિયાને ત્યાં નાગપંચમીના દિવસે કોબ્રા જોવા મળ્યો હતો. બંને સાપોને સર્પપ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવાયા હતા. આ ઘટનાઓએ મંત્રીઓમાં અને અધિકારીઓમાં ચિંતા જગાવી છે.