અમદાવાદ મનપા: નવા શાસકોની પસંદગી.
અમદાવાદ મનપા: નવા શાસકોની પસંદગી.
Published on: 02nd May, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા શાસકોની પસંદગીની કવાયત તેજ બની છે. મેયર પદ માટે હિતેશ બારોટ, ધરમસી દેસાઈ અને રાજુ ઠાકોર રેસમાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે જૈનિક વકીલ, પરેશ લાખાણી અને કમલેશ પટેલના નામ ચર્ચાય છે, જેમાં જૈનિક વકીલ પ્રબળ દાવેદાર મનાય છે. ડેપ્યુટી મેયર માટે અનસૂયા પટેલ અને ચેતના પટેલ, જ્યારે દંડક માટે સન્ની ખાનચંદાની અથવા રાકેશ સક્સેનાની પસંદગી થઈ શકે છે.