AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર
AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર
Published on: 22nd April, 2026

દિલ્હી અને સુરત વચ્ચે AAPના પોલિટિકલ ફંડિંગ પ્રકરણમાં સુરત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દિલ્હીથી મોકલવામાં આવતા ફંડના વિતરણની જવાબદારી સંભાળતા 8-10 વ્યક્તિઓ ફરતે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ AAP પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. દિલ્હીથી આંગડિયા મારફતે આવતું ફંડ રિસીવ કરનાર પીપલોદનો આકાશ મિશ્રા સુરત પોલીસને હાથતાળી આપીને દિલ્હી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં આંગડિયા મારફતે આશરે રૂ.1.25 કરોડ મોકલવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે.