સત્તાધાર, પરબ, મોણીયા અને ચેલૈયા સ્થળોને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવા દરખાસ્ત મંગાવાઈ
સત્તાધાર, પરબ, મોણીયા અને ચેલૈયા સ્થળોને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવા દરખાસ્ત મંગાવાઈ
Published on: 16th September, 2026

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સત્તાધાર, પરબ, મોણીયા અને સંત ચેલૈયાની જગ્યાને યાત્રાધામ તરીકે વિકસાવવા સરકારમાં રજૂઆત કરી છે. આ ધાર્મિક સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓ માટે પાયાની અને આધુનિક સુવિધાઓ ઊભી કરવા આ માગણી કરાઈ હતી. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા આ અંગે જુનાગઢ કલેક્ટરને વિસ્તૃત દરખાસ્ત તૈયાર કરી મોકલવા પત્ર પાઠવવામાં આવ્યો છે. કલેક્ટર પાસેથી પ્રપોઝલ મળ્યા બાદ યાત્રાધામોના વિકાસની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરાશે.