પર્યુષણા મહાપર્વ: સંઘર્ષ નહિ, સમાધાનની વૃત્તિ રાખી જીવનને સાર્થક બનાવીએ
પર્યુષણા મહાપર્વ: સંઘર્ષ નહિ, સમાધાનની વૃત્તિ રાખી જીવનને સાર્થક બનાવીએ
Published on: 10th September, 2026

પવિત્ર પર્વાધિરાજ પર્યુષણાના આગમન સાથે સર્વત્ર આરાધના, અનુષ્ઠાન અને તપનો માહોલ છે. આ પર્વને સાર્થક બનાવવા માટે ક્ષમાપના સર્વોપરી છે. જીવમાત્ર સાથે વેરભાવ છોડી સાચી ક્ષમા મેળવીએ તો જ આ પર્વની ઉજવણી ખરા અર્થમાં ફળે છે. શાસ્ત્રો અનુસાર, શાંત અને ઉપશાંત આત્માને જ આરાધનાનો લાભ મળે છે. આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી, પર્યુષણા પ્રસંગે આપણે સંઘર્ષને બદલે સમાધાનની વૃત્તિ અપનાવી જીવનમાં ઉપશમભાવના કેળવીએ.