શ્રાવણ માસ: પ્રકૃતિ અને શિવતત્વના દિવ્ય મિલનનો મહિમા
શ્રાવણ માસ: પ્રકૃતિ અને શિવતત્વના દિવ્ય મિલનનો મહિમા
Published on: 10th September, 2026

પવિત્ર શ્રાવણ માસ પ્રકૃતિ અને પરમાત્માના મિલનનો ઉત્સવ છે. વરસાદી વાતાવરણમાં શિવાલયોમાંથી આવતો 'હર હર મહાદેવ'નો નાદ શિવમયતા વધારે છે. ભક્તોની શ્રદ્ધા અને આરાધના આત્માને પરમાત્મા સાથે જોડે છે. દેવોના દેવ મહાદેવ ભોળાનાથ, કરુણાના સાગર અને કલ્યાણકારી છે. શ્રાવણમાં તેમની પૂજા-આરાધના, ઉપવાસ, જપ અને તપથી આત્માનું કલ્યાણ થાય છે. શિવની ભાવપૂર્ણ ભક્તિ મનને પવિત્ર અને સ્થિર બનાવે છે, જીવનમાંથી નકારાત્મકતા દૂર કરે છે.