વેપારી ધર્મેશભાઈ દોશીની 750 આયંબિલ બાદ 144 નિર્જળા ઉપવાસની કઠોર તપસ્યા
વેપારી ધર્મેશભાઈ દોશીની 750 આયંબિલ બાદ 144 નિર્જળા ઉપવાસની કઠોર તપસ્યા
Published on: 10th September, 2026

વડોદરાના ધર્મેશભાઈ દોશી, મૂળ વૈષ્ણવ વણિક, જૈન ધર્મની કઠોર આરાધનામાં 750 આયંબિલ બાદ સતત 144 નિર્જળા ઉપવાસની તપશ્ચર્યા પૂર્ણ કરશે. આચાર્ય ઉદયવલ્લભસૂરિજી મહારાજ સાહેબના આશીર્વાદ સાથે, 2013માં બ્રેઇન કેન્સર સામે લડ્યા બાદ 2016માં મહારાજ સાહેબની પ્રેરણાથી 8 ઉપવાસથી શરૂઆત કરી. કેન્સરને હરાવ્યા બાદ, 3 વર્ષ આંધળા રહ્યા બાદ પણ તપના પ્રભાવથી દ્રષ્ટિ પાછી મેળવી. તેમના પરિવાર અને સંઘનો સહયોગ તેમની આ સાધનામાં મુખ્ય રહ્યો છે.