જામનગરમાં દુંદાળા દેવની ભાવભેર વિદાય
જામનગરમાં દુંદાળા દેવની ભાવભેર વિદાય
Published on: 16th September, 2026

જામનગરમાં ગણેશ મહોત્સવ બાદ મંગળવારથી ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે મનપા દ્વારા નિર્મિત બે વિશાળ કૃત્રિમ વિસર્જન કુંડ ખાતે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિવિધ વિસ્તારોમાંથી ભક્તો અને આયોજકો મોટી સંખ્યામાં મૂર્તિઓ લઈને પહોંચ્યા હતા. મોડી સાંજ સુધીમાં 63 મૂર્તિઓનું ભાવિકો દ્વારા ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું. સમર્પણ સર્કલ-બાયપાસ ચોકડી (કુંંડ-1) માં 47 મૂર્તિઓ અને સરદાર રિવેરા સોસાયટી પાસે (કુંંડ-2) માં 16 મૂર્તિઓનું વિસર્જન કરાયું. ખાસ ટીમ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.