ભગવાન જગન્નાથજીની રથયાત્રા: 10 ભવ્ય ઝાંખીઓ સાથે 16 જુલાઈએ બપોરે 2:30 વાગ્યે પ્રારંભ
ભગવાન જગન્નાથજીની રથયાત્રા: 10 ભવ્ય ઝાંખીઓ સાથે 16 જુલાઈએ બપોરે 2:30 વાગ્યે પ્રારંભ
Published on: 12th July, 2026

ઈસ્કોન મંદિર મહેસાણા દ્વારા 16 જુલાઈ, 2026ના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન થયું છે. બપોરે 2:30 કલાકે અવસર પાર્ટી પ્લોટ (મોઢેરા રોડ) થી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થશે. આ વર્ષે રથયાત્રામાં 10 આકર્ષક ધાર્મિક ઝાંખીઓ હશે, જેમાં શ્રીકૃષ્ણ, રામાયણ અને ભાગવતની પ્રસિદ્ધ લીલાઓનું જીવંત નિરૂપણ થશે. ભક્તોને ભક્તિ, ધર્મ અને સનાતન સંસ્કૃતિના પ્રસંગોના દર્શન થશે. હરિનામ સંકીર્તન, ભજન-કીર્તન, નૃત્ય તથા પ્રસાદ વિતરણ પણ યોજાશે.