ગણેશોત્સવના ત્રણ દિવસમાં લાલબાગ ચા રાજાને મળ્યું રૃ. ૩.૧૮ કરોડનું દાન
ગણેશોત્સવના ત્રણ દિવસમાં લાલબાગ ચા રાજાને મળ્યું રૃ. ૩.૧૮ કરોડનું દાન
Published on: 20th September, 2026

મુંબઈના પ્રખ્યાત લાલબાગ ચા રાજા ગણેશ મંડળને ગણેશોત્સવના પ્રથમ ત્રણ દિવસમાં રૃ. ૩.૧૮ કરોડનું અવિશ્વસનીય દાન મળ્યું છે. આ દાનમાં રોકડ, યુએસ ડોલર, સોના અને ચાંદીના આભૂષણોનો સમાવેશ થાય છે. દરરોજ પુજાવિધિ પછી ડોનેશન બોક્સ ખોલી ગણતરી કરવામાં આવે છે. પ્રથમ દિવસે ૪૮.૫ લાખ રોકડ, ૬૬.૭૭ ગ્રામ સોનું અને ૨૮૦૬ ગ્રામ ચાંદી, બીજા દિવસે ૮૮.૯ લાખ રોકડ, ૨૨૬.૧૨ ગ્રામ સોનું અને ૫૫૧૬ ગ્રામ ચાંદી, અને ત્રીજા દિવસે ૫૩ લાખ રોકડ, ૩૫૪.૫૮ ગ્રામ સોનું અને ૪૦૬૭ ગ્રામ ચાંદી મળી હતી.