રાજ્યભરમાં 'શીતળા સાતમ'ની ભક્તિભાવપૂર્વક ઉજવણી
રાજ્યભરમાં 'શીતળા સાતમ'ની ભક્તિભાવપૂર્વક ઉજવણી
Published on: 03rd September, 2026

શ્રાવણ માસમાં 'શીતળા સાતમ'નો તહેવાર સમગ્ર ગુજરાતમાં ભક્તિભાવપૂર્વક ઉજવાયો. રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આવેલા શીતળા માતાજીના મંદિરો ભક્તોથી ઉભરાયા હતા. અમરેલીના ટીંબી ગામે રૂપેણ નદી કિનારે આવેલા પૌરાણિક મંદિરે મેળા જેવો માહોલ સર્જાયો હતો. ધોળકા અને બાવળા પંથકમાં પણ મહિલાઓએ પરંપરાગત રીતે માતાજીની પૂજા કરી અને શીતળા સાતમની વ્રત કથાનું શ્રવણ કર્યું. આ દિવસે ઘરે ચૂલો પ્રગટાવવામાં આવતો નથી, અને રાંધણ છઠના દિવસે બનાવેલા ટાઢા ભોજનનો માતાજીને ભોગ ધરાવાય છે.