MS યુનિવર્સિટી કેમ્પસમાં ધાર્મિક વિધિઓ પર રોક મૂકવા પ્રોફેસરનો ખુલ્લો પત્ર
MS યુનિવર્સિટી કેમ્પસમાં ધાર્મિક વિધિઓ પર રોક મૂકવા પ્રોફેસરનો ખુલ્લો પત્ર
Published on: 12th September, 2026

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી, વડોદરાના ટેકનોલોજી ફેકલ્ટીના એક પ્રોફેસરે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને લખેલા ખુલ્લા પત્રમાં કેમ્પસમાં યોજાતી આરતી, પૂજા, દીપ પ્રાગટય જેવી ધાર્મિક વિધિઓ બંધ કરાવવાની માંગ કરી છે. પ્રોફેસરના મતે, સરકારી યુનિવર્સિટીમાં આ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાન બંધારણના મૂળભૂત સિદ્ધાંતો સાથે સુસંગત નથી. તેમણે ફેકલ્ટી ઓડિટોરિયમમાં સરસ્વતી માતાના ફોટો સામે પણ વાંધો ઉઠાવ્યો છે અને તેને હટાવવાની અપીલ કરી છે.