તરણેતર મેળામાં ભગવાન ત્રિ-નેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા શિખર પર અર્પણ કરાઈ
તરણેતર મેળામાં ભગવાન ત્રિ-નેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધ્વજા શિખર પર અર્પણ કરાઈ
Published on: 16th September, 2026

વિશ્વ વિખ્યાત તરણેતરના મેળામાં મંગળવારે ભગવાન ત્રિ-નેત્રેશ્વર મહાદેવના શિખર પર બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી. આ પવિત્ર અવસરે સંતો-મહંતો દ્વારા ધજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તરણેતરની પરંપરા મુજબ વાજતે-ગાજતે શોભાયાત્રા યોજાઈ હતી. વિસામણબાપુની જગ્યાના મહંત નિર્મળાબાએ જણાવ્યું કે, ત્રિ-નેત્રેશ્વર મહાદેવના મંદિરે ધ્વજા ચડાવવાની પરંપરા વર્ષો જૂની છે. શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ મુખ્ય પૂજારીએ પૂજાવિધિ કરી હતી. ત્યારબાદ ત્રિ-નેત્રેશ્વર મહાદેવના શિવાલય પર ધ્વજારોહણ થયું.