મીરાબાઈ ચાનુએ ગ્લાસગો CWGમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો
મીરાબાઈ ચાનુએ ગ્લાસગો CWGમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો
Published on: 27th July, 2026

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટિંગની ગોલ્ડન ગર્લ મીરાબાઈ ચાનુએ ભારત માટે સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. ૪૮ કિગ્રા વજન વર્ગમાં કુલ ૧૯૦ કિગ્રા વજન ઉંચકી નવો ગેમ્સ રેકોર્ડ સર્જ્યો. પુરુષોની ૬૦ કિગ્રા વજન વર્ગમાં રિષિકાન્તા સિંઘે સિલ્વર મેડલ મેળવ્યો. આ સાથે ગ્લાસગો ગેમ્સમાં ભારતના કુલ મેડલ ત્રણ થયા: એક ગોલ્ડ, એક સિલ્વર, એક બ્રોન્ઝ. ત્રણેય મેડલ વેઈટલિફ્ટિંગમાં જ મળ્યા. મીરાબાઈનો કારકિર્દીનો ત્રીજો ગોલ્ડ હતો.