ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, BCCI ના આ બે કારણો છે મુખ્ય
ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, BCCI ના આ બે કારણો છે મુખ્ય
Published on: 13th August, 2026

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરની સ્થિતિ અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે. ટેસ્ટ અને વ્હાઈટ બોલ ફોર્મેટમાં ટીમના ખરાબ પ્રદર્શનને કારણે તેમના પર દબાણ વધ્યું છે. જોકે, BCCI હાલ તેમને હટાવવાના મૂડમાં નથી. આ નિર્ણય પાછળ બે મુખ્ય કારણો છે: પ્રથમ, ટેસ્ટ ટીમ હાલ ટ્રાન્ઝિશનના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને અનુભવી ખેલાડીઓની નિવૃત્તિ બાદ નવી ટીમ તૈયાર થઈ રહી છે. બીજું કારણ ખેલાડીઓની ઈજા છે, જેના કારણે ટીમના પ્રદર્શન પર અસર થઈ છે. BCCI નવા ખેલાડીઓને સમય આપવાની તરફેણમાં છે.