બનાસકાંઠા-પાટણમાં યલો એલર્ટ: હીટવેવનો રાઉન્ડ, 44 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા.
બનાસકાંઠા-પાટણમાં યલો એલર્ટ: હીટવેવનો રાઉન્ડ, 44 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા.
Published on: 08th May, 2026

ઉત્તર ગુજરાતમાં પવનની દિશા બદલાતા કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. 10 થી 13 મે સુધી બનાસકાંઠા અને પાટણમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. ભેજ ઘટતા દિવસ-રાત્રિના તાપમાનમાં વધારો થયો છે. ડીસા સૌથી ગરમ શહેર રહ્યું. રાજ્યમાં 9 મેથી હીટવેવની શરૂઆત શક્ય છે.