ગુજરાતના 14 જિલ્લામાં 'રેડ એલર્ટ'
ગુજરાતના 14 જિલ્લામાં 'રેડ એલર્ટ'
Published on: 31st July, 2026

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક (સવારે 7:00 થી 10:00) દરમિયાન ભારે પવન અને મેઘતાંડવની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો સહિત 14 જિલ્લાઓ - ખેડા, આણંદ, ભરુચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ - માં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે, જેમાં અતિભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં 'ઓરેન્જ એલર્ટ' છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.