ગુજરાત સહિત ૧૩ રાજ્યોમાં મેઘરાજાનો કહેર
ગુજરાત સહિત ૧૩ રાજ્યોમાં મેઘરાજાનો કહેર
Published on: 27th July, 2026

દેશભરમાં મોન્સૂન ફરી એકવાર જોર પકડી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી દિવસોમાં દેશના ૧૩થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ફ્લેશ ફ્લડનું જોખમ છે. ગુજરાતના ૨૦ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.