ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદની આગાહી.
ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદની આગાહી.
Published on: 29th May, 2026

રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે 30 મે થી 3 જૂન સુધી 11 જિલ્લામાં ગાજવીજ, ભારે પવન અને વરસાદની આગાહી કરી છે. દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, તાપી અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ અસર જોવા મળશે. રવિ અને સોમવારે વરસાદનું જોર વધવાની સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મંગળવારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.