કાળઝાળ ગરમીથી અબોલ પશુઓને અપાશે રાહત.
કાળઝાળ ગરમીથી અબોલ પશુઓને અપાશે રાહત.
Published on: 14th May, 2026

નર્મદા જિલ્લાના એકતા નગર (કેવડિયા) ખાતે આવેલ સરદાર પટેલ જિયોલોજીકલ પાર્ક (જંગલ સફારી)માં ઉનાળાની કાળઝાળ ગરમીથી દેશી અને વિદેશી વન્યજીવોને બચાવવા માટે વન વિભાગ દ્વારા વિશેષ કૂલિંગ સિસ્ટમ, ફ્રોઝન ફૂડ અને24 કલાક મેડિકલ મોનિટરિંગ સહિતની હાઈટેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત આપવા માટેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જંગલ સફારીમાં પ્રાણીઓની ગરમીમાં વિશેષ કારજી લેવામાં આવી રહી છે.‎