ગુજરાતમાં 20 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 20 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી
Published on: 27th July, 2026

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે, હવામાન વિભાગે રાજ્યના 20 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના અપાઈ છે.