એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે  ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ.
એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ.
Published on: 09th May, 2026

અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે ક્રુડ તેલની આયાત પર નિર્ભર દેશોને મોટા આંચકા લાગ્યા છે ત્યારે અલ નિનોના જોખમે તાપમાનમાં વધારો તથા હવામાન સૂકુ રહેવાની શકયતા વધારી દેતા ભારત સહિત એશિયાના દેશો સામે ક્રુડ ઓઈલ બાદ હવે ફુગાવાનું નવું જોખમ ઊભરી રહ્યું છે. ખાતરના ઊંચે ગયેલા ભાવની અસર વર્ષના આગામી છ મહિનામાં જોવા મળવાનું શરૂ થશે. એશિયાના મોટાભાગના દેશોમાં ફુગાવો હાલમાં અનેક વર્ષોની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. પરિવહન, લોજિસ્ટિક તથા યુટિલિટી ખર્ચને કારણે ફુગાવો વધી ગયો છે.