૩૫ વીઘા જમીનમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી
૩૫ વીઘા જમીનમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી
Published on: 29th August, 2026

ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક કૃષિ અભિગમને પ્રોત્સાહન મળતાં બોટાદના શીરવાણીયા ગામના પ્રગતિશીલ ખેડૂત વિરાજભાઈ લક્ષ્મણભાઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમની ૩૫ વીઘા જમીનમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી તેમણે ખેતી ખર્ચમાં લગભગ ૮૦ ટકાનો ઘટાડો કર્યો છે. તેઓ મગફળી, મરચાં, તુવેર, ટામેટાં અને કારેલાં જેવા પાકોનું ઉત્પાદન કરી બોટાદ તેમજ વડોદરા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરે છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રેરણા મેળવી તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.